ઉત્તર પ્રદેશમાં રવિવારે ખેડૂતોની મહાપંચાયત યોજાવા જઇ રહી છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેવાની શક્યતાઓ છે. જેને પગલે સરકારે આ મહાપંચાયત યોજાવાની છે તે વિસ્તારોમાં મોટો પોલીસ કાફલો ખડકી દીધો છે. જેથી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે જો અમને રોકવામાં આવ્યા તો બેરિકેડ તોડીને પણ આગળ વધતા રહીશું.
રાકેશ ટિકૈતે કહ્યું કે આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે. ટિકૈતે કહ્યું કે ખેડૂતોને મહાપંચાયતના સૃથળે રોકવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે પણ તેમાં અમે સરકારને સફળ નહીં થવા દઇએ. જો કોઇ પણ ખેડૂતને અટકાવવામાં આવ્યા તો અમે બેરિકેડ તોડી નાખીશું. આ મહાપંચાયત મુઝફ્ફરનગરમાં યોજાવા જઇ રહી છે જેનું નેતૃત્વ કિસાન મોર્ચા દ્વારા કરાઇ રહ્યું છે.