સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો મહાપંચાયત યોજવા જઈ રહ્યા છે. કિસાન મહાપંચાયતને લઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ઝીણવટભરી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોની મહાપંચાયતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં 2000 પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે.