કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે ખેડૂતોની લોન માફ, મહિલાઓને દર મહિને 2100 રૂપિયા, 25 લાખ નોકરી અને ખેડૂતો માટે ભાવાંતર યોજના જેવા વાયદા કર્યા છે.
ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ, ખેડૂતો અને યુવાઓ પર ફોકસ
ભાજપે ચૂંટણી ઢંઢેરા દ્વારા ખેડૂતોની લોન માફ કરવાનું એલાન કરી દીધું છે. આ સાથે જ ખેડૂતો માટે ભાવંતર યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં 25 લાખ નવી નોકરીઓનો પણ વાયદો કર્યો છે.રાજ્યમાં સ્કિલ સેન્ટર ખોલવાનું પણ એલાન કર્યું છે. ભાજપે વૃદ્ધા પેન્શન 2100 રૂપિયા પ્રતિ મહિને આપવાનો વાયદો કર્યો છે.