વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને દેવું માફ કરવાનું વચન આપ્યું હતું. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે બે લાખ રૂપિયાની લોન માફીની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું, મંત્રીમંડળે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોનને માફ કરવાનો નિર્ણય કર્યો. ગત સરકારે પોતાના 10 વર્ષના શાસનમાં માત્ર 28,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરી હતી. ગત સરકારે કૃષિ લોન માફી યોજનાનો લાભ ઉઠાવવા માટે 11 ડિસેમ્બર 2018એ કટ ઓફ લગાવી દીધું હતું.