કેન્દ્ર સરકારના કૃષિ કાયદા અંગે સતત આઠમા દિવસે પણ ખેડૂતોની લડત ચાલુ રહી હતી. કાયદા અને એમએસપી મુદ્દે કેન્દ્રના મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ગુરુવારે બીજી મહત્ત્વની બેઠક યોજાઈ હતી. બપોરે ૧૨ વાગ્યાથી વિજ્ઞાન ભવન ખાતે શરૂ થયેલી બેઠક સાત કલાક પછી પણ નક્કર પરિણામ ઉપર પહોંચી નહોતી. સરકારે કાયદા અને એમએસપી મુદ્દે ખેડૂત નેતાઓને સમજાવવા અથાક મહેનત કરી છતાં તેમના ગળે વાત ઊતરી નહોતી. ખેડૂતો પોતાની શરતો મનાવવા અફર જોવા મળ્યા હતા. કાયદો રદ કરવા અને એમએસપી અંગે લેખિત બાંયધરી આપવા ખેડૂતોએ માગણી કરી હતી. સરકારે એમએસપી ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું હતું પણ ખેડૂતો માન્યા નહોતા. ખેડૂતો આકરાપાણીએ સરકારનો વિરોધ કરતા હતા. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે, ખેડૂતોની ચિંતા વાજબી છે. એમએસપી મુદ્દે કોઈ ફેરફાર નહીં કરવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું. ખેડૂતોએ આ વાતે નમતું ન જોખવાની અને સંસદનું વિશેષ સત્ર બોલાવીને કાયદો રદ કરવાનું રટણ ચાલુ રાખ્યું હતું. આ મુદ્દે કોઈ ઉકેલ ન આવતા સરકારે ફરીથી પાંચમી ડિસેમ્બરે બેઠક યોજવાનું કહ્યું હતું.