ગુજરાતમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે,ત્યારે ખેતી પર પણ તેની અસર વર્તાઈ. હાફૂસ કેરી માટે પ્રખ્યાત વલસાડ જિલ્લામાં ગરમીથી આંબાઓ પરથી કેરી ખરી પડતાં ખેડૂતોને નુકશાન ભોગવવાનો વારો આવશે. સ્થાનિક ખેડૂતનું કહેવું છે કે ગયા વર્ષે કમોસમી વરસાદના કારણે કેરીમાં નુકશાન થયેલું, જ્યારે આ વખતે વધુ પડતી ગરમીના કારણે નુકશાન થશે.