Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધમાં દિલ્હીની સરહદો પર ખેડૂતોનો વિરોધ હજુ પણ ચાલુ જ છે. આજે આંદોલનકારી ખેડુતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર ઉપવાસ કરી રહ્યા છે. ખેડુતો રાષ્ટ્રપિતાની પુણ્યતિથિને સદભાવના દિવસ તરીકે ઉજવી રહ્યાં છે. આ સાથે જ કિસાન એકતા મોરચાના આગેવાનોએ દેશવાસીઓને અપીલ કરી હતી અને કહ્યું હતું કે તમે અમારા ઉપવાસમાં જોડાઓ અને અમારું સમર્થન કરો. આજે સદભાવના દિવસ તરીકે ઉજવાશે, અમારા બધા નેતાઓ સવારે 7 થી સાંજના 5 સુધી ઉપવાસ કરશે. દરમિયાનમાં દિલ્હી-હરિયાણા સિમા પર સતત આંદોલનકારીઓની સંખ્યા વધી રહી છે. સિંધુ બોર્ડર તેમજ ગાજીપુર બોર્ડર પર ધરણા ચાલુ છે અને સાથોસાથ સુરક્ષાદળો પણ આસપાસ ગોઠવાયેલા છે. આ સાથે જ દેશવાસીઓને પણ ભૂખ હડતાળની અપીલ કરી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ