વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે તેવો સંકેત આપતાં શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને કૃષિ સુધારાના લાભ મળવાનું શરૂ થઈ ચૂક્યું છે. એસોચેમના ૧૦૧મા સ્થાપના દિવસના સમારોહને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકને હાંસલ કરવા સરકાર દ્વારા ઘડાઈ રહેલા કાયદા અને નિયમોમાં થઈ રહેલા સુધારાને અપનાવવાનો નિર્ણય દેશ લઈ ચૂક્યો છે. ૬ મહિના પહેલાં સરકારે હાથ ધરેલા કૃષિ સુધારાના લાભ ખેડૂતોને મળવા લાગ્યાં છે. અમારી સરકારે અત્યાર સુધીમાં ૧,૫૦૦ કરતાં વધુ જરીપુરાણા કાયદા રદ કરી નાખ્યાં છે અને નવા કાયદા ઘડવાના પ્રયાસ સતત ચાલુ છે. વડા પ્રધાન મોદીએ ખેડૂતોને તેમની ઊપજ વૈશ્વિક બજારમાં વેચવામાં મદદ કરવા ઉદ્યોગજગતને અપીલ કરી હતી.