કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા ૧૯ દિવસથી દિલ્હીની સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનો દ્વારા સોમવારે ૯ કલાક માટે ભૂખ હડતાળ પાડવામાં આવી હતી. ૪૦ જેટલા ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની વિવિધ સરહદે ધરણાં કરીને હડતાળ પાડવામાં આવી હતી. તેમને સમર્થન આપી રહેલા અન્ય ખેડૂત સંગઠનો દ્વારા પોતાના રાજ્યોમાં જિલ્લા સ્તરે ધરણાં કરવામાં આવ્યાં હોવાના અહેવાલ છે. ભારતીય કિસાન યુનિયનના જનરલ સેક્રેટરી હરિન્દરસિંહે જણાવ્યું હતું કે, દિલ્હીની સિંધુ સરહદે ૨૫ સંહગઠનો, ટિકરી સરહદે ૧૦ સંગઠનો અને યુપી સરહદે પાંચ સંગઠનો દ્વારા ભૂખ હડતાળ કરવામાં આવી હતી. અન્ય ખેડૂત નેતાએ જણાવ્યું કે, સરકાર ખેડૂતોનું આંદોલન પૂરું કરાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે પણ અમે કાયદો રદ કરાવ્યા વગર માનીશું નહીં.