ડુંગળીની નિકાસ બેમુદત લંબાવાતા દેશની વિવિધ મંડીઓમાં ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો તરફથી ઊભા થયેલા વિરોધને ધ્યાનમાં રાખી ખુલ્લા બજારમાંથી કાંદાની ખરીદી શરૂ કરવા સરકારે ખાતરી ઉચ્ચારી છે.
ખેડૂતોના હિતોને જાળવવા આગામી બે-ત્રણ દિવસમાં રવી કાંદાની ખરીદી શરૂ કરાશે. અંદાજે પાંચ લાખ ટન કાંદાની ખરીદી કરાશે એમ સરકાર વતિ જણાવાયું છે.
દેશના કેટલાક શહેરોમાં ઊંચા ભાવને ધ્યાનમાં રાખી સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ બેમુદત સુધી લંબાવવા ગયા સપ્તાહમાં નિર્ણય કર્યો હતો.