કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ છ તારીખે દેશભરમાં ચક્કાજામનું એલાન કર્યું હતું. ચક્કાજામની સૌથી વધુ અસર હરિયાણા, પંજાબ, રાજસૃથાનમાં જોવા મળી હતી.
આ ઉપરાંત દિલ્હીની આસપાસના હાઇવેને પણ ખેડૂતોએ બ્લોક કરી દીધા હતા. જ્યારે અન્ય અનેક રાજ્યોમાં છુટા છવાયા રોડ રસ્તા અને હાઇવેને બ્લોક કરી તેમજ ધરણા કરીને ખેડૂતોએ ચક્કાજામમાં ભાગ લીધો હતો. બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એલાન કર્યું હતું કે આ આંદોલન હવે બીજી ઓક્ટોબર સુધી ચાલશે, કાયદા પરત ન લેવાય ત્યાં સુધી અહીંથી ક્યાંય નહીં જઇએ.