સમગ્ર દેશમાં બટાટાથી વિખ્યાત બનેલા ડીસા પંથકમાં ચાલુ સાલે બટાટા પકવતા ખેડુતો મહામંદીનો સામનો કરી રહ્યા છે. આ મંદીના લીધે ખેડુતો આત્મહત્યા કરવા તરફ પણ વળતા સ્થિતિ નાજુક બની હતી. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર ન કરાતા ખેડુત સહિત વેપારીઓને બટાટાનો જથ્થો ક્યાં વેચવો? તે માટે મોટી મુશ્કેલી સર્જાઈ હતી.
ડીસા પંથકમાં ર૦૦ જેટલા કોલ્ડ સ્ટોરેજમાં હાલમાં કરોડો બટાટાનો જથ્થો સંગ્રહીત છે. લોકલ કે રાજ્યની બહાર બટાટાની માંગમાં ઘટાડો થતાં વેપારીઓ, ખેડુતો વિકટ પરીસ્થિતિમાં મુકાયા હતા. અને ના છુટકે સરકારને જાગૃત કરવા અને ખેડુતને મરતો બચાવવા આજે ડીસાના કુંપટ ગામ નજીક રોડ પર બટાટા ફેકી ચક્કાજામ કર્યો હતો. એકતરફ સરકાર ખેડુતો માટે વિકાસના દાવ કરે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક બીજી જ છે. ડીસામાં ખેડુતોએ પોતાના પ્રશ્નોને લઈને ચક્કાજામ કર્યો છે. ડીસામાં બટાટાના ભાવ અને પિયત માટે પાણી ન મળતા હોવાના મામલે ડીસા હાઈવે પર ચક્કાજામ કર્યો છે. ખેડુતોએ રસ્તા પર બટાટા ફેંકીને વિરોધ નોંધાવ્યો છે. તથા જો તેમની માંગ નહી સ્વીકારાય તો આત્મવિલોપનની ચીમકી પણ આપી છે.