ખેડૂત આંદોલનનો ૬૬મો દિવસ છે. ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં તોડફોડ અને હિંસા આચરવામાં આવ્યા પછી ફરી એકવાર દિલ્હી નજીકની ગાઝીપુર, સિંઘુ, ટીકરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલુ રહેવા પામ્યું છે. યુપી અને હરિયાણા તેમજ પંજાબથી હજારો ખેડૂતો મોટી સંખ્યામાં ગાઝીપુર તેમજ અન્ય સ્થળોએ ધરણા તેમજ વિરોધ પ્રદર્શન માટે ઊમટી પડયા છે. સિંઘુ બોર્ડર પર સ્થાનિક રહીશો અને આંદોલનકારીઓ વચ્ચે હાઈવે ખાલી કરવા તેમજ આંદોલન સમેટી લેવાનાં મામલે સંઘર્ષ થયો હતો. ગાઝીપુર ખાતે ખેડૂત નેતા રાકેશ ટિકૈતનાં ટેકામાં હજારો ખેડૂતો ઊમટી પડયા છે અને તેમને ભૂખ હડતાળમાં સાથ આપી રહ્યા છે. ખેડૂત નેતાઓ દ્વારા ગાંધી નિર્વાણ દિનને સદ્ભાવના દિન તરીકે મનાવવામાં આવ્યો મહાપંચાયત પછી હજારોની સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પર આવી રહ્યા છે. બિહારનાં પટના સહિત કેટલાક સ્થળે ખેડૂતોનાં ટેકામાં માનવશૃંખલા રચીને આંદોલનને સમર્થન અપાઈ રહ્યું છે. કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, રાલોદ અને આરજેડીનાં નેતાઓ ખેડૂત નેતા ટિકૈતને સમર્થન આપવા દિલ્હીની બોર્ડર પર ધરણાનાં સ્થળે પહોંચી ગયા છે. અન્ય રાજકીય પક્ષનાં નેતાઓનો ટેકો મેળવાઈ રહ્યો છે. સિંઘુ બોર્ડર પર હિંસા વખતે અલીપુરનાં SHO પર તલવારથી હુમલો કરવાનાં કેસમાં હુમલાખોર સહિત ૪૪ લોકોની ધરપકડ કરાઈ છે.