ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને કહ્યું છે કે કૃષિ કાયદાના વિરોધ માટે ખેડૂતોએ મોટી સંખ્યામાં દિલ્હી ટ્રેક્ટર લઇને આવવાનું થઇ શકે છે. તેમણે કહ્યું કે ગમે ત્યારે ખેડૂતોને દિલ્હી કુચ માટે બોલાવવામાં આવશે માટે પોતાના ટ્રેક્ટરમાં ઇંધણ ભરાવીને તૈયાર રાખવામાં આવે.
ટિકૈતે અગાઉ જાહેરાત કરી હતી કે ખેડૂતો સંસદ તરફ કુચ કરશે અને તેના પાર્કમાં જઇને ખેતી પણ કરશે. જ્યાં સુધી કાયદા પરત ન લેવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.