નર્મદાના પાણી નહીં મળે તો ખેડૂતોને જંગી આર્થિક નુકસાન થાય તેવા સંજોગો સર્જાયા છે. ઉનાળુ વાવેતર માટે નર્મદાનું પાણી નહીં મળી શકે તેવી ગુજરાત સરકારની જાહેરાત પછી ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી છે. નર્મદા ડેમમાં ઉપલબ્ધ પાણીનો હાલનો જથ્થો પીવા માટે અનામત રાખવામાં આવશે તેમ પણ મુખ્ય સચિવ જે એન સિંઘે જણાવ્યું હતું.