અમદાવાદ જિલ્લાનાં સાણંદ અને બાવળા વિસ્તારમાં ડાંગરનો પાક પાણી વગર સુકાઈ રહ્યો છે. ગમે તે ભોગે ડાંગર બચાવવા આ વિસ્તારના ખેડૂતો સાબરમતી નદીમાંથી વહી જતાં પાણીને વાળવા માટે પાળા બાંધવા માટે છેલ્લાં અનેક દિવસથી મહેનત કરી રહ્યાં છે. પાળો બાંધવા માટે સાણંદ બાવળા વિસ્તારના 500થી વધુ ખેડૂતોએ જાતમહેનત કરી છે.