મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની અસર ગુજરાતને થઈ છે. આજે સાવરકુંડલા અને કોડિનાર સહિતના તાલુકાઓમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને શાકભાજી અને દૂધને રસ્તા પર ફેંકી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોએ શાકભાજી અને દૂધનું વેચાણ પણ બંધ કરાયું છે. તેની અસર ઝડપથી આસપાસના વિસ્તારોમાં પણ થવાના એંધાણ છે. આઈબીના અધિકારીઓ પણ આંદોલન સ્થળે પહોંચ્યા છે.