રાજ્યના અનેક ગામડાઓમાં સિંચાઇની કોઇ સુવિધા ન હોવાથી ખેડૂતોનું ચોમાસુ વાવેતર પણ નિષ્ફળ ગયું હોવાના અહેવાલ છે. આ વર્ષે ચોમાસું સારું જશે તેવી આશાએ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી. પરંતું ઓછો વરસાદ અને વરસાદ મોડો થતા પહેલી વાવેતર નિષ્ફળ થઇ હતી. બોટાદ અને આસપાસના વિસ્તારોમાં 30 થી 35 જેટલા ગામડાઓમાં ત્રીજી વખત પાક નિષ્ફળ ગયો હોવાના અહેવાલ છે.