ગુજરાતમાં બટાકાની ખેતી કરતા ખેડૂતોના બહુરાષ્ટ્રિય કંપની પેપ્સી સામે મોટી જીત થઈ છે, બટાકાનાં બિયારણ બાબાતે પેપ્સી કંપનીએ ગુજરાતનાં નવ ખેડૂતો પર અલગ-અલગ કોર્ટોમાં કેસ કર્યાં હતા અને એક કરોડથી વધુનું વળતર ખેડૂતો પાસે માગ્યું હતું. પણ ખેડૂત સંગઠનો અને કર્મશીલો ખેડૂતોની વહારે આવતા સમગ્ર દેશમાં આ મુદ્દે ચર્ચા જાગી હતી. અને સરકારે પણ ખેડૂતો તરફી વલણ દાખવતા અંતે પેપ્સીએ ખેડૂતો પર કરેલા તમામ કેસ પાછા ખેંચ્યા છે. ખેડૂત સંગઠનોએ આને તેમની મોટી જીત ગણાવી છે.