મોરબી ખાતે ડેમી-2 અને ડેમી-3 કમાન્ડ એરિયાના 20 ગામોના ખેડૂતોનો ભાજપ સરકારનો અનોખો વિરોધ કર્યો હતો. શનિવારે ખેડૂતોએ ખાલી ડેમ સાઈટ પર ક્રિકેટ રમી વિરોધ કર્યો હતો. છેલ્લાં ત્રણ દિવસથી સિંચાઈના પાણીની માંગ સાથે ડેમ સાઈટ પર ખેડૂતો ધરણાં કરી રહ્યાં હોવા છતાં તંત્ર કે સરકાર દ્વારા કોઈ નોંધ લેવાઈ નથી.