ખેડૂતોના મુદ્દાઓને લઈને શંભુ બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો 12મો દિવસ શરૂ છે. ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે કહ્યું કે, 'ખેડૂતો સાથે થઈ રહેલી ક્રૂરતાને લઈને હવે ચૂપ બેસવામાં આવશે નહીં.' તેમણે ઘોષણા કરી કે બુધવારના બપોરના 12 વાગ્યે 101 ખેડૂતોનું એક જૂથ શાંતિપૂર્વક દિલ્હી જવા રવાના થશે. સરવન સિંહે પંધેરે કહ્યું કે, 'અમારી ભુખ હડતાલના 12માં દિવસમાં પ્રવેશ કરી લીધો છે. આ સંઘર્ષ અમારા અધિકારો અને ન્યાય માટેનો છે. ખેડૂતોનું જૂથ શાંતિપૂર્વક આગળ વધશે અને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં.' જ્યારે સરકારે ખેડૂતોને દિલ્હી જતા રોકવા કોંક્રિટની દીવાલ, લોખંડની જાળી, રોડ પર ખીલા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.