ગુજરાત માથેથી જળસંકટનો ભય ધીમેધીમે દૂર થવા લાગ્યો છે. રાજ્યમાં વરસાદની સાથે ઉપરવાસમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહી છે. પાણીનું સંકટ ટળતાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. સરકારે સિંચાઈ માટે પાણી બંધ કરી દીધું હતું. હવે ધીમેધીમે પાણીની સપાટી વધતાં ખેડૂતોને ફરી સિંચાઈનું પાણી મળવાની આશા વધી છે. હાલમાં પાણીની જાવકમાં પણ વધારો થયો છે.