ગુજરાતના છેવાડાના અને 98 ટકા આદિવાસી વસતિ ધરાવતા ડાંગ જિલ્લામાં આદિવાસી ખેડૂતોને પગભગ કરવા રાજ્ય-કેન્દ્ર સરકાર વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ સંકલનના અભાવે તેનું અસરકારક અમલ થતો નથી. આ વર્ષે તાલુકાના 200 જેટલા ખેડૂતોને ભીંડાનું બિયારણ વિતરિત કરાયા બાદ તેમનો પાક સદંતર નિષ્ફ્ળ જતાં ગરીબ આદિવાસી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.