CDS બિપિન રાવત (CDS Bipin Rawat) સહિત તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં જીવ ગુમાવનારા તમામ 13 લોકોને આજે અંતિમ વિદાય આપવામાં આવશે. આ તમામના સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા જનરલ બિપિન રાવતના મૃતદેહને શુક્રવારે બેઝ હોસ્પિટલથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. સામાન્ય નાગરિકો અહીં સવારે 11 થી 12.30 સુધી રાવત દંપતિને શ્રદ્ધાંજલિ આપી શકશે. આ પછી બપોરે 12:30 થી 1:30 સુધી સૈન્ય અધિકારીઓ શ્રદ્ધાંજલિ આપવા આવશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દિલ્હી કેન્ટ બરાડ ચોક ખાતે લઈ જવામાં આવશે.