દેશમાં દોડતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોનાં ભાડાં ઓછા થઈ શકે છે તેમ ભારતીય રેલવેના સૂત્રોએ જણાવ્યું છે. જે રૂટ પર શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોની સંખ્યા ઓછી હોય છે તે રૂટ પરની શતાબ્દી એક્સપ્રેસમાં ભાડું ઘટાડવા રેલવે વિચારણા કરે છે તેમ જાણવા મળ્યું છે. ભારતીય રેલવેએ એવી 25 શતાબ્દી ટ્રેનની પસંદગી કરી છે. વેકેશન અગાઉ આ બાબતે જાહેરાત થઈ શકે તેમ છે.