દુબઈમાં મૃત્યુ પામનાર બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનાં મુંબઈસ્થિત ઘરની બહાર તેમનાં અંતિમદર્શન માટે પ્રસંશકોની ભીડ જામી છે. તેમના અંધેરીમાં આવેલા સાત બંગલા વિસ્તારમાં ભાગ્ય બંગલો, ગ્રીન એકર્સની બહાર છેલ્લાં બે દિવસથી તેમના ફેન્સની ભીડ જામી છે. દુબઈથી તેમનો પાર્થિવદેહ મંગળવારે સાંજ સુધી પહોંચે તેવી શક્યતા છે.