બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનાં મુંબઈસ્થિત ઘરની બહાર તેમનાં અંતિમદર્શન માટે પ્રસંશકોની ભીડ જામી રહી છે. તેમના અંધેરીમાં આવેલા સાત બંગલા વિસ્તારમાં સી સ્પ્રિંગ બંગલા, ગ્રીન એકર્સની બહાર વહેલી સવારથી તેમના ફેન્સની ભીડ જામી છે. દુબઈથી તેમનો પાર્થિવદેહ મુંબઈ સવારે 11 કલાકે પહોંચશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.