ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં હાઈ વોલ્ટેજ હોય છે. એશિયા કપ-૨૦૧૮માં ગત બુધવારે રમાયેલી ભારત-પાક.ની મેચ પણ ઘણી ચર્ચામાં રહી. ભારતની શ્રેષ્ઠ બોલિંગ સામે પાક. બેટ્સમેન ટકી શક્યા નહીં અને ટીમ આઠ વિકેટે મેચ હારી ગઈ. પાકિસ્તાનના આ પરાજયની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ એક પાક. ફેન યુવતીનો ફોટો વાયરલ થતાં ભારતીય પ્રશંસકોએ વધુ એક મેચની અપીલ કરી નાખી છે.