દેશના જાણીતા શાયર રાહત ઈન્દોરીનું આજે ઈન્દોરની હોસ્પિટલમાં નિધન થયું છે. રાહત ઈન્દોરીનો ગઈ કાલે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયા હતાં. જ્યાં તેમનું સારવાર દરમ્યાન હાર્ટ અટેકથી નિધન થયું હોવાની માહિતી મળી રહી છે.
મહત્વનું છે કે પ્રખ્યાત શાયર રાહત ઈન્દોરીને ગઈ કાલે કોરોનાના લક્ષણો જણાતાં તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતાં. ત્યાર બાદ તેમને ઈન્દોરની અરવિંદો હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા જ્યાં તેમનું આજે સાંજે નિધન થયું છે.
ઉલ્લેખનીય છે કે રાહત ઈન્દોરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે ચાહકોને અપીલ કરી હતી કે તેઓ તેમના માટે જલ્દી રિકવરીની પ્રાર્થના કરે. આ સાથે જ તેમણે અપીલ કરી હતી કે મારા ઘરે કે મને ફોન ન કરશો. મારી તબિયતની જાણકારી તમને સૌને ફેસબુક અને ટ્વિટર પર મળતી જ રહેશે.