ગુજરાતના ખ્યાતનામ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મેહતાનું આજે સાંજે 7:00 વાગ્યાની આસપાસ 97 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમની કારકિર્દી દરમિયાન ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ થી પણ સન્માનિત કરાયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દેશનાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવોને પદ્મ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
જે પૈકી જાણીતા અખબારના વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમજ તેઓ 1980 થી જાણીતા અખબાર સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાત રાજ્યના ૧૩ મુખ્યમંત્રીઓના જીવન અને સમયગાળાનું દસ્તાવેજીકરણ કરવા માટે લોકપ્રિય છે.