ફિલ્મ નિર્માતા ગુરુ દત્તના બહેન પ્રખ્યાત કલાકાર લલિતા લાજમીનું 90 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. સ્વ-શિક્ષિત કલાકાર લલિતાએ આમિર ખાન અભિનીત 2007ની ફિલ્મ 'તારે જમીન પર'માં એક નાનકડી ભૂમિકા ભજવી હતી તેમાં તેમણે એક આર્ટ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. જહાંગીર નિકોલ્સન આર્ટ ફાઉન્ડેશને લલિતા લાજમીના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. લલિતા અને તેના સર્જનની જૂની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'આર્ટિસ્ટ લલિતા લાજમીના નિધનના સમાચારથી અમે ખૂબ જ દુખી છીએ.' લાજમી શાસ્ત્રીય નૃત્યમાં ઊંડો રસ ધરાવતા સ્વ-શિક્ષિત કલાકાર હતા.