Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજનું 90 વર્ષની વયે અમેરિકામાં નિધન થયુ છે. પંડિત જસરાજનું નિધન હાર્ટએટેકથી થયુ છે. પંડિત જસરાજના નિધનથી ભારતીય શાસ્ત્રીયને ભરપાઇ ન થાય તેવી મોટી ખોટ પડી છે અને શાસ્ત્રીય સંગીતના શ્રૌતાઓ-ચાહકોને મોટો આઘાત લાગ્યો છે.   રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી.

છેલ્લે પંડિતજીએ ૧૯૨૦ ફિલ્મમાં એક ગીત ગાયું હતું જેનું મુખડું હતું, ‘વાદા તુમ સે હૈ વાદા…’ ત્યારબાદ એ ફિલ્મ સંગીતથી વિમુખ થઇ ગયા હોય એેવું લાગતું હતું. પંડિત જસરાજનાં બાળપણના કેટલાક દિવસો હૈદરાબાદની ગલીઓમાં વીત્યા છે. અહીંના ગૌલીગુડા ચમન અને નામપલ્લી જેવા કેટલાક મહોલ્લાઓ છે કે જ્યાં પંડિતજીનાં બાળપણની યાદો રહેલી છે. તેમને સ્કૂલના રસ્તે જતાં વચ્ચે આવતી એક હોટલ પણ યાદ છે કે જ્યાં ઊભા રહીને તેઓ બેગમ અખ્તરની ગઝલ ‘દિવાના બનતા હૈ તો દિવાના બનાદે, વરના કહીં તકદીર તમાશા ન બના દે’ સાંભળતા હતા. આ ગઝલે તેમની સ્કૂલ છોડાવી દીધી અને પછી તેઓ તબલાં વગાડવા લાગ્યા. વર્ષો બાદ લાહોરમાં તેમને મંચ ઉપર મુખ્ય આકર્ષણ ધરાવતા ગાયક બનવાની ઇચ્છા થઈ અને પછી ગાયક બનવા માટે પણ લાંબા સંઘર્ષનો દોર ચાલુ રહ્યો.

પોતાની ગાયકીથી દુનિયાભરમાં નામના મેળવનારા પંડિત જસરાજનું હવે બ્રહ્માંડમાં પણ નામ અમર છે. ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા એક નાનકડા ગ્રહને પંડિત જસરાજનું નામ આપ્યું હતું. પંડિત જસરાજ સિવાય વિશ્વના 3 સંગીતકારો મોજાર્ટ, બીઠોવેન અને ટેનર લુસીઆનો પાવરોત્તિના નામ ગ્રહોવા નામ રાખવામાં આવ્યા છે. વિશ્વમાં આ સન્માન મેળનાર ચોથા સંગીતકાર પંડિત જસરાજ હતા. NASAના IAU ના વૈજ્ઞાનિકએ 13 વર્ષ પહેલા શોધેલા એક ગ્રહનું નામ પંડિત જસરાજના નામ પરથી પાડ્યું હતું. 11 નવેમ્બર 2006ના રોજ શોધાયેલા ગ્રહ 2006વીપી32ને પંડિત જસરાજ નામ આપવામાં આવ્યું છે. આ ગ્રહનો નંબર 300128 છે જે પંડિત જસરાજની જન્મ તારીખનો ઊલટો છે. પંડિત જસરાજની જન્મ તારીખ 28 જાન્યુઆરી 1930 (28-01-1930) છે. નાસા અને IAUએ 23 સપ્ટેમ્બરે આ ગ્રહના નામકરણની જાહેરાત કરી હતી. આ સન્માન મળતા પદ્મ વિભૂષણ પંડિત જસરાજે કહ્યુ કે, હું મારી ખુશી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતો. ઈશ્વરને સંગીત સાથે પ્રેમ છે અને એટલે જ મારા પર તેમના આશીર્વાદ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ