-
સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તીર્થ સમા સાહિત્ય સંગમના પ્રણેતા નાનુભાઈ મ. નાયકનું નિધન થયું છે. તેઓ ૯૨ વર્ષના હતા. ગત સપ્તાહે નાનુભાઈને એમના ૯૨મા જન્મદિને તેમના હિન્દી પુસ્તક ‘મેરે સપનોં કા વિશ્વ’ને નાગપુરની સંસ્થા દ્વારા ‘વિનોબા ભાવે સાહિત્ય સન્માન’થી નવાજવામાં આવ્યા હતા. તેઓ આજીવન સાહિત્યને સમર્પિત હતા અને સુરતના ગોપીપુરામાં તેમના પ્રકાશન ગૃહ સાહિત્ય સંગમનો એક આખો માળ ‘નાનુભાઈ નાયક પ્રેરિત સંસ્કાર હોલ’ રૂપે તેમણે સમાજને નિ:શુલ્ક ઉપયોગ માટે સમર્પિત કર્યો હતો, જેને કારણે સુરતમાં વિવિધ રચનાત્મક અને સાહિત્યિક પ્રવૃત્તિ માટે એક અનેરૂ સ્થાન મળ્યું છે. સુરતના સામાજિક-સંસ્કૃતિક જીવન માટે નાનુભાઈનું આ એક ઉત્તમ પ્રદાન હતું. ૧૦ મે, ૧૯૨૭ના રોજ સુરત જિલ્લાના ભાંડુત ગામે અનાવિલ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. એક ખેડૂત રૂપે તેઓ આજીવન દલિતો અને પીડિતોના હામી રહ્યાં હતા. માત્ર મેટ્રિક સુધી ભણેલા નાનુભાઈએ સાહિત્ય, રાજકારણ, પત્રકારત્વ, ખેતી અને પુસ્તક પ્રચારમાં બહુમુલ્ય કાર્ય કર્યું હતું.