એક સમયમાં સૌથી પ્રસિદ્ધ બાળ કલાકાર તરીકે પ્રખ્યાત જુનિયર મેહમૂદ ઉર્ફે નઈમ સૈયદનું નિધન થઇ ગયું છે. તેમણે ગુરુવાર અને શુક્રવારની મધ્યરાત્રિએ સવારે 2.00 વાગ્યે મુંબઈના ખારમાં તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. 67 વર્ષના જુનિયર મહેમૂદ છેલ્લા કેટલાક સમયથી પેટના કેન્સરથી પીડિત હતા, પરંતુ થોડા દિવસો પહેલા જ તેમને આ બીમારી હોવાની જાણકારી મળી હતી