અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોના હિત માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વિજય નહેરા દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમા કહ્યુ કે, વોલેન્ટરી ફેમિલી કોરેન્ટાઈન નામનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં AMC દ્રારા કોઈ પણ પરિવાર જો સ્વેચ્છાએ ઘરમાં રહેવા તૈયાર થશે, તો આવા પરિવારના ઘરે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવામાં આવશે. આ પરિવારે માત્ર 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે.
મ્યુનિસિપલ કમિશનર નહેરાની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય અંશો
- જે પરિવાર સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વૉરન્ટીનમાં રહેવા માગતો હશે તેને તમામ દૂધ, પાણી, શાકભાજી, અનાજ-કરિયાણું મ્યુનિસિપલ કોર્પોશેન. મફતમાં ઘરે પહોંચાડશે.
- અમદાવાદમાં તમામ ખાનગી, જાહેર, મ્યુનિ. સહિતની માલિકીના તમામ જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર 31 સુધી પ્રતિબંધ
- મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સને 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય
- 31 માર્ચ સુધી તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ- કરિયાણાની દુકાનો પરથી પણ પાન-મસાલા-ગુટખા વેચી શકાશે નહીં. જ્યારે થૂંકવા પરનો દંડ સોમવારથી રૂ. 500થી વધારીને રૂ. 1000 કરાશે.
- રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોરનાકા બજાર, સિંધી માર્કેટ સહિતના બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે.
- રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં એએમટીએસ, બીઆરટીએસ સંપૂર્ણપણે બંધ રહેશે.
- રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેકફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો-વાણિજ્ય એકમો હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને તમામ એકમો બંધ રાખવા પણ અપીલ