ભાજપના ૪૨મા સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષના કાર્યકર્તાઓને સંબોધ્યા હતા, પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષની સફળતાઓને ગણાવી હતી. સાથે સાથે વિપક્ષ પર પણ ખુબ હુમલા કર્યા હતા. તેઓએ વોટ બેંકથી લઇને પરિવારવાદનું રાજકારણ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
આ દરમિયાન મોદીએ દાવો કર્યો હતો કે ભાજપ એક ભારત, શ્રેષ્ટ ભારતના મંત્ર પર ચાલતો પક્ષ છે. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને નિરંતર સશક્ત કરી રહ્યો છે. ત્રણ દસક બાદ રાજ્યસભામાં કોઇ પણ પક્ષના સભ્યોની સંખ્યા ૧૦૦ને પાર નથી પહોંચી, ભાજપે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.