અમદાવાદના વાડજ વિસ્તારમાં ચાકુથી હુમલો કરીને એક યુવાનની હત્યા મામલે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરાયો હતો. આરોપીઓને પકડવાની માંગ સાથે મૃતકના પરિવારજનો વિશાળ સંખ્યામાં વાડજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનને ઘેરાવ કર્યો હતો. આખરે પોલીસે આ હત્યાકેસમાં 3 આરોપીની ધરપકડ કરતાં મૃતકના પરિવારજનો શાંત પડ્યા હતા.