-
વર્ષ 2017માં વિશ્વમાં ખાસ કરીને વિદેશમાં સૌથી વધુ જો કોઇ શબ્દની જાહેર ચર્ચા થઇ હોય તો તે શબ્દ છે-ફેક ન્યૂઝ. ફેક ન્યૂઝ એટલે બનાવટી કે કપોળ કલ્પિત સમાચાર. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમની ચૂંટણી વખતે સૌથી વધુ શબ્દનો ઉપયોગ થયો હોય તો તે શબ્દ છે-ફેક ન્યૂઝ. આ શબ્દને વર્ડ ઓફ ધી ઇયર જાહેર કરાયો છે. કોલીન્સ ડીક્ષનેરીમાં આ શબ્દનો સમાવેશ કરાયો છે. કોલીન્સ કંપનીએ એવી નોંધ લીધી કે છેલ્લાં 12 મહિનામાં આ શબ્દના ઉપયોગમાં 365 ગણો વધારો થયો છે તેથી તેની ઉપયોગિતાને જોતાં તેને ડીક્ષનેરીમાં સ્થાન અપાયું છે.ડોનાલ્ડ ટ્રમ્પે 2016માં પોતાની ચૂંટણી વખતે મિડીયા રશિયાના પ્રભાવ હેઠળ પોતાની વિરૂધ્ધ પક્ષપાતભર્યા અને બનાવટી સમાચારો લખતાં હોવાનો આરોપ મૂક્યો હતો.