Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્રોડ વિઝાના કેસમાં વધારાને કારણે ઓસ્ટ્રેલિયાની પાંચ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સમાચાર એવા વિદ્યાર્થીઓના સપના તોડી શકે છે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ અભ્યાસ કરવા માગે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતના લોકો ઓસ્ટ્રેલિયામાં કામ કરવા માટે વિદ્યાર્થી વિઝાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેથી જ યુનિવર્સિટીઓએ ભારતીય વિદ્યાર્થીઓને એડમિશન આપવાથી ઇન્કાર કરી દીધો છે. એટલે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે ઓસ્ટ્રેલિયાની આ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી શકશે નહી. રિપોર્ટમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વિઝામાં છેતરપિંડી ચરમ પર છે તેથી સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે.

આ વર્ષે ઓસ્ટ્રેલિયા મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. જે 2019 કરતા 75,000થી વધારે છે. જોકે આ સાથે વિઝામાં છેતરપિંડી વધવાની શક્યતાઓ પણ છે. તેથી ઘણી યુનિવર્સિટીઓ પ્રતિબંધ લગાવી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા સરકારે પણ એક વ્યાપક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર બંને દેશોના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર કર્યા હતા. જે યુનિવર્સિટીના અભ્યાસ માટે બંને દેશો વચ્ચેની યાત્રાને સરળ બનાવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ