બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે તેવુ લાગી રહ્યું છે. કારણ કે વારંવાર પોલીસની કાર્યવાહીમાં બોગસ તબીબો ઝડપાઇ રહ્યાં છે જેમાં હાલ ત્રણ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમાં પશ્ચિમ બંગાળના ત્રણ બોગસ ડોક્ટરોને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં દવા , મેડિકલની સામગ્રી સહિત કુલ રૂપિયા 13,519 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.