ઓડિશાના પુરી ખાતે અષાઢી બીજના દિવસે ૧૨મી સદીના ઐતિહાસિક જગન્નાથ મંદિરમાં વહેલી સવારે રથ પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા નીકળી હતી. આ વર્ષની રથયાત્રા વિશેષ છે, કારણ કે ૧૯૭૧ પછી ૫૩ વર્ષે આ યાત્રા બે દિવસની થશે. જોકે, રથયાત્રામાં એક મોટો અકસ્માત સર્જાયો હતો. ભગવાન બલરામનો રથ ખેંચતી વખતે અચાનક ભાગદોડ મચી ગઈ હતી, જેમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું જ્યારે ૪૦૦ને ઈજા પહોંચી હતી. જોકે, મોટાભાગને સામાન્ય ઈજા થઈ છે.