પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની તબિયત અત્યંત નાજૂક છે. તેમના પર મગજની ગાંઠનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જો કે બુધવાર રાતથી સોશિયલ મીડિયા પર તેમના નિધનના ખોટા ન્યૂઝ વહેતા થવા લાગ્યા હતા. જેથી તેમનો પરિવાર નારાજ અને દુઃખી છે. પ્રણવદાના પુત્ર અભિજીત મુખરજીએ તો કહી દીધું કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝની ફેકટરી બની ગયું છે.
પ્રણવદાના પુત્ર અભિજીતે ગુરુવારે ટ્વિટ કરીને લોકોને કહ્યું કે, “મારા પિતા શ્રી પ્રણવ મુખરજી હજુ જીવે છે અને હેમોડાયનેમિકલી (haemodynamically) સ્થિર છે. તેમના સ્વાસ્થ્ય વિશે ખોટા સમાચારો વહેતા રોકો. ‘સોશિયલ મીડિયા પર નામાંકિત પત્રકારો દ્વારા ફેલાયેલી અટકળો અને નકલી સમાચાર સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં મીડિયા ફેક ન્યૂઝની ફેકટરી બની ગયું છે.”
લોકોને પ્રાર્થના કરવા અપીલ
અભિજીત મુખરજીએ બુધવારે ટ્વીટ કરી કહ્યું કે, “લોહીના પ્રવાહના હિસાબે તેમના પિતાની સ્થિતિ છે. તમારા સૌની પ્રાર્થનાથી હવે મારા પિતા હેમોડાયનેમિકલી સ્થિર છે. હું આપ સૌને વિનંતી કરું છું કે તમારી પ્રાર્થનાઓ ચાલુ રાખો અને મારા પિતાના જલદી સાજા તવા અંગે દુઆઓ કરો.”
મારા પિતા અંગે અફવાઓ ન ફેલાવોઃ શર્મિષ્ઠા મુખરજી
જ્યારે પ્રણવ મુખરજીનાં પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખરજીએ પણ નારાજગી વ્યક્ત કરતા ટ્વીટ કર્યું કે, “મારા પિતા અંગે આવી રહેલી અફવાઓ ફેક છે, આવી અફવાઓ ફેલાવો નહીં. મારી વિનંતી છે, ખાસ કરીને મીડિયાને કે મને કોલ કરશો નહીં… હું મારો ફોન હોસ્પિટલથી આવનારી કોઇ પણ અપડેટ મારી ફ્રી રાખવા માગું છું.”