ચીન, જાપાન, અમેરિકા, કોરિયા સહિત કેટલાય દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. તેને જોતા ભારતમાં પણ ખાસ સાવધાની રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે પણ રાજ્યોને સતર્ક રહેવા માટે કહી દીધું છએ. ચીન સહિત કેટલાય દેશોમાંથી આવતા મુસાફરોને આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાને લઈને કેટલાય પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે.
હવે સોશિયલ મીડિયા પર એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવાય છે કે, કોરોનાના કારણે દેશમાં લોકડાઉન લાગશે અને આગામી 20 દિવસ સુધી સ્કૂલ/કોલેજ બંધ રહેશે. આ વાયરલ સમાચારને પીઆઈબી ફેક્ટ ચેક યુનિટ નકલી ગણાવ્યું છે.