Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી હાઈકોર્ટે 13 વર્ષથી નીચેના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હટાવવા મુદ્દે સોશિયલ મીડિયા કંપનીઓ – ફેસબુક, ટ્વિટર અને ગૂગલને નોટિસ પાઠવી છે. કેન્દ્ર સરકારના નામે પણ હાઈકોર્ટે નોટિસ મોકલી છે.

ઉલ્લેખનીય છે કે, 2013માં દિલ્હી હાઈકોર્ટે સોશિયલ મીડિયા કંપનીઓને 13 વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ હટાવી દેવાનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકો પર ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે એવી અરજીના સંદર્ભમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો.

કેન્દ્રને નોટિસ

એ આદેશના 7 વર્ષ પછી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બાળકોના એકાઉન્ટ હટાવાયા ન હોવાની અરજી કે.એન. ગોવિંદાચાર્યએ કરી હતી. ગોવિંદાચાર્યની અરજીમાં કહેવાયું હતું કે સોશિયલ મીડિયા ગ્રુપમાં બાળકોને સામેલ કરીને ગુનાખોરી આચરવામાં આવે છે. કંપનીઓએ બાળકોના એકાઉન્ટને પરવાનગી આપીને હાઈકોર્ટના 7 વર્ષ જૂના આદેશનું પાલન કર્યું નથી.

એ પછી હાઈકોર્ટે ફેસબુક, ટ્વિટર અને ગૂગલને નોટિસ પાઠવી છે. આ કંપનીઓએ બાળકોના એકાઉન્ટ ઓપન કરી શકાય છે તે મુદ્દે હવે હાઈકોર્ટને સ્પષ્ટતા આપવી પડશે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવી છે. હાઈકોર્ટના આદેશનું પાલન ન થવા મુદ્દે કેન્દ્ર સરકાર પણ ખુલાસો કરશે. હાઈકોર્ટે કહ્યું હતું કે આ મુદ્દે તમામ પક્ષકારોને આગામી 14મી જુલાઈએ તેમનો પક્ષ રાખવાની તક આપવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ