રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ અને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકની વચ્ચે મોટી ડીલ થઈ છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા સ્ટેક માટે 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ ડીલ બાદ ફેસબુક હવે જિયાના સૌથી વધારે શેર હોલ્ડ કરશે. ફેસબુકના રોકાણ બાદ જિયો પ્લેટફોર્મની એન્ટપ્રાઈઝ વેલ્યુ 4.62 લાખ કરોડ થઈ ગઈ છે.
ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં થયેલું આ સૌથી મોટું રોકાણ માનવામાં આવી રહ્યું છે. બંને કંપનીઓની ભાગીદારીથી રોજગારની નવી તકો ઉત્પન્ન થશે અને સાથે વેપાર વધશે. આ ડીલ પર રિલાયન્સે જણાવ્યું છે કે, ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં FDI અંતર્ગત આ સૌથી મોટું રોકાણ છે. ફેસબુકે જણાવ્યું છે કે, આ રોકાણ ભારત પ્રતિ તેમના વિશ્વાસને દર્શાવે છે.