ભારતીય કંપનીઓએ ગ્રાહકોના ડેટાની સુરક્ષા વધારે મજબૂત કરવા માટે સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબૂકને તાકીદ કરી છે. ફેસબૂક પર એડ્ માટે પુષ્કળ નાણાં ખર્ચતી અગ્રણી ભારતીય કંપનીઓએ ડેટા ચોરી વિવાદ અંગે ગંભીર ચિંતા દર્શાવી છે. તેમણે અમેરિકન કંપની પાસે સમગ્ર પ્રકરણ અંગે સ્પષ્ટતા માંગી છે. ઉપરાંત, કંપની ગ્રાહક સુરક્ષા અંગે આગામી સમયમાં શું કરશે તેની માહિતી આપવા જણાવ્યું છે.