રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોનુ કહેવુ છે કે, ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ ટ્વિટર અને યુ ટ્યુબ બાળકો માટે સુરક્ષિત નથી.
એક મીડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યુ તુ કે, અમે આ સોશિયલ મીડિયા સાઈટસનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી એક પણ બાળકો માટે સલામત નથી.અમે તમામને નોટિસ આપી છે અને આ સાઈટસમાં ભારતના પરિપ્રેક્ષ્ય પ્રમાણે સુધારો કરવાની જરુર છે. તેમને જો ભારતમાં બિઝનેસ કરવો હશે તો બાળકોના અધિકારોનુ સંરક્ષણ કરવુ પડશે. નહીંતર તેમને ભારતમાં આ રીતે બિઝનેસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે.તેમને પણ સુધારવાની પ્રક્રિયા બાળ આયોગ દ્વારા હાથ ધરાશે.જરુર પડે તો આ સોશિયલ મીડિયા સાઈટસ સાથે કડકાઈથી કામ લેવામાં આવશે.