ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવાર રાત્રે (5 ફેબ્રુઆરી 2024) અંદાજિત 9 વાગ્યા આસપાસ અચાનક ડાઉન થઈ ગયા હતા. યુઝર્સના ફેસબુક એકાઉન્ટ્સ ઓટોમેટિક લોગઆઉટ થઈ ગયા હતા. જોકે હવે એક કલાક બાદ ફેસબુક બરાબર કામ કરી રહ્યું છે. તો ઈન્સ્ટાગ્રામની સર્વિસિઝ ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરી રહી છે. જોકે, કંપનીએ એ નથી જણાવ્યું કે આ સમસ્યા કયા કારણે સર્જાઈ હતી. બંને એપ દુનિયાના અનેક ભાગોમાં બંધ થઈ હતી. લોકો X પર સતત ટ્વિટ કરીને ફરિયાદ કરી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.