વાહન ચલાવતા ડ્રાઈવરને ઝોકું આવી જતા થતાં અકસ્માત રોકાશે.બ્રિટનની કંપની પ્લેસી સેમિકંડક્ટર એવું સાધન વિકસાવી રહી છે, જેમાં ડ્રાઈવરના શરીરમાં સુસ્તી જણાતા તરત જ તેને એલર્ટ કરશે. ડ્રાઇવિંગ સીટ પર લાગેલા સેન્સર્સ ડ્રાઈવરના શ્વાસોશ્વાસનું મોનિટરિંગ કરશે, આ એલર્ટ આપશે. કંપનીના અધિકારીએ કહ્યું કે આ સિસ્ટમ બજારમાં પાંચે વર્ષમાં આવશે.