21મી સદીના શિક્ષીત સમયમાં ગાંધીનગરના રૂપાલામાં ઢબુડી માતાના નામે ચાલતું અંધશ્રદ્ધાનું ડીંડક સામે આવ્યું છે. રૂપાલાનો ધનજી ઓડ નામનો પુરુષ ઢબુડી માતા બની લોકોના દુઃખ દૂર કરવા નીકળ્યો છે.
લોકોના સંકટ દૂર કરતા કરતા આજે સંકટ હરતા ઢબુંડીમાં ઉર્ફે ધનજી ઓડ આજે પોતે એક સંકટથી ઘેરાયેલો નજરે પડી રહ્યો છે. ધનજી ઓડનું મૂળ વતન રાજસ્થાન છે. જે પોતાના દાદા- પરદાદા સાથે ગાંધીનગરમાં રૂપાલ ગામે રહેવા આવ્યો હતો. ધનજી ઓડ વિશે જ્યારે તમામ હકીકત બહાર આવી ત્યારે રૂપાલ ગામના લોકોએ જણાવ્યું કે આ ધનજી ઓડ જ્યારે અને એના પિતાજી માટી નાંખવનું કામ કરતા હતા. પરંતુ આ કેવી આસ્થા જેનાથી કંગાળ વ્યક્તિ કરોડપતિ બની જાય.
જોવા જઈએ તો આ એક એવી આસ્થા છે જેનાથી લોકો છેતરાઈ ગયા છે અને લોકો તીતર- વિતર થઈ ગયા છે. રૂપાલ ગામનો વતની કહેવતો ઢબુંડીમાં ઉર્ફે ધનજી ઓડ પોતાના ઘરમાં લોકોની સમસ્યા દૂર કરવા માટે બાધા આપતો હતો અને અંધશ્રદ્ધા વાળો ધનજી આજે કરોડપતિ છે અને એના ભક્ત રોડપતિ…!
ધનજી ઓડ ઘણા સમય થી ગાંધીનગરના રૂપાલ ગામે અંધશ્રદ્ધાના પાઠ નો ખેલ કરતો હતો પરંતુ જેમ જેમ ગામ લમાં સ્થાનિકોએ એની હકીકત જાણ થઈ ત્યારે ગામના માજી સરપંચે ઇન્દ્ર પટેલ એને ગામ માંથી કાઢી મુક્યો. પરંતુ ગામમાં થી કાઢતા પેલા ગામના સરપંચ અને ગામના સ્થાનિકોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ કલેક્ટરને લિખિત માં ફરિયાદ કરી હતી. પરંતુ આ ફરિયાદનો નિકાલ હજુ સુધી આવ્યો નથી.માજી સરપંચ ઇન્દ્ર પટેલે જણાવ્યું કે આશરે 2016 થી 2017ની વચ્ચે નવરાત્રીમાં રૂપાલ ગામની એક છોકરીની મશ્કરી કરી હતી જેમાં ધનજી ઓડે તમામ ગામના સ્થાનિકોએ ઢોર માર મારી ગામમાંથી કાઢી મુક્યો હતો. પરંતુ વાત એ છે કે જ્યારે છોકરીઓની મશ્કરી કરતો ધનજી આજે લોકોની નજરોમાં ભગવાન બની ગયો. ધનજી ઓડે એટલા હદ સુધી ગુન્હાહિત પ્રવૃત્તિ કરી જેના દ્વારા આખરે એનો પાપનો ઘડો ભરાઈ ગયો.
પરંતુ એક અંધશ્રદ્ધા પર એક એવો કિસ્સો બન્યો જેનાથી ધનજી ઓડ આજે પોતાની હકીકત માંથી ખુલ્લો પડી ગયો છે. બોટાદ જિલ્લા ના ભીખાભાઇ માણિયા પોતાના પુત્ર ના કેન્સરની દવા કરાવતા હતા. પરંતુ એક મિત્રના દ્વારા ઢબુંડીમાં માં ઉર્ફે ધનજી ના સંપર્કમાં આવ્યા ત્યારે પછી. ધનજી ના ત્યાં રવિવાર ભર્યા અને રવિવારના દિવસે ધનજીયે ભીખાભાઇ માણિયા એ કીધું કે તું તારા છોકરાના કેન્સરની દવા બંધ કરી દે, તારું છોકરો ચાલીને મારી પાસે આવશે. જેથી એક શ્રદ્ધા રાખી ભીખાભાઇ એ પોતાના પુત્રની કેન્સરની દવા બંદ કરી અને ત્યાર પછી તેમનો છોકરાની મૃત્યુ થઈ ગઈ.એજ કેસને લઈ આજે વિજ્ઞનાન જાથાના જયંત પંડ્યા એ આ વાતની પુષ્ટિ કરી ઢબુંડીમાંના નામે ખલે કરતો ધનજી ઓડ ખોટો છે એ લોકોની શ્રદ્ધા સાથે રમી રહ્યો છે. જેથી હવે જ્યંત પંડ્યા સાથે મળી ભીખાભાઇ માણિયા ગાંધીનગર પેથાપુર પોલીસ સ્ટેશન ખાતે અરજી આપી પોલીસ ને જાણ કરી છે.પરંતુ સવાલ એ છે કે માજી સરપંચ દ્વારા આપેલી માહિતિ મુજબ જણાવમાં આવ્યું કે એના હપ્તા ઘણા મોટા પોલીસ અધિકારી તેમજ નેતા સુધી જાયે છે તો શું હવે એક પિતાની અરજ પોલીસ સાંભળશે કે પછી ધનજી ઓડ સાથે રહી લોકોની આસ્થા સાથે વિશ્વાસઘાત કરશે..?
(Courtesy GNS News)